મહા મંડલેશ્વર 1008 મહંત શ્રી ગંગાદાસ બાપુ ના સાનિધ્ય માં કાવડ યાત્રા મોટી સંખ્યા માં શિવભક્તો જોડાયા હતા
- રામકુંડ માંથી જળ ભળી 150 થી વધુ કાવડિયા નીકળ્યા હતા.
અંકલેશ્વર માં સૌ પ્રથમ વખત રામકુંડ તીર્થ દ્વારા રામકુંડ ના જળ ને લઇ કાવડ યાત્રા યોજવામાં આવી હતી. તપોભૂમિ એવા રામકુંડ તીર્થ ખાતે થી રામકુંડ તીર્થ ના મહંત શ્રી મહામંડલેશ્વર 1008 ગંગાદાસ બાપુ ના સાનિધ્ય માં આ કવાયડ યાત્રા ભજન ની સુરાવલી સાથે નીકળી હતી જે હાંસોટ રોડ થઇ ભરૃચીનાકા થઇ અંકલેશ્વર નગર નું નામ જેના પર થી આવ્યું છે એવા અંતરનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી. જ્યાં 150 થી વધુ કવાડીયા એ કાવડ માં રામુ કુંડ માંથી લાવેલ જળ નો જળાભિષેક કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહીત સામાજિક અગ્રણીઓ તેમજ શિવ અને રામ ભક્તો મોટી સંખ્યા માં જોડાયા હતા.

