સરફુદ્દીન નજીક રેલ્વે બ્રિજ પાસે થી મૃતદેહ મળી આવ્યો હતો.

અંકલેશ્વર નવી દીવી ગામ ના યુવક ફુલહાર ના વ્યવસાય સાથે સંકરાયેલ હતો અને પિતા ને અન્ય મિત્ર ને લઇ ને આવું છું કહી નીકળ્યા બાદ અચાનક નર્મદા નદી કિનારે પહોંચી ગયો હતો. અને ગાડી કિનારે મૂકી નદી કિનારે બેઠો હતો અને પરિવાર અને મિત્રો અને પત્ની જોડે ફોન પર વાત કર્યા બાદ ફોન , મોપેડ કિનારે થી લઇ જવા જણાવ્યું હતું જે બાદ તે અચાનક ગુમ થઇ ગયો હતો. દરમિયાન ફોન પર ફોન આવતા નજીક બેઠેલા ઈસમો ફોન ઉઠાવી આ અંગે જાણ કરી હતી. શનિ વાર ના રોજ બનેલી ઘટના માં રવિવાર ના રોજ સાંજે સરફુદ્દીન ગામ નજીક રેલ્વે બ્રિજ પાસે થી મળી આવ્યો હતો. પરિજનો ત્યાં પહોંચી મૃતદેહ ને પોલીસ પંચનામા બાદ પી. એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

