Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર -ભરૂચ રોડ પર ભૂત મામા ની ડેરી પાસે મગર નજરે પડ્યો હતો.

ભૂત મામા ની ડેરી સામે વર્ષો થી અડિંગો જમાવી બેઠેલા મગર ચાલુ વર્ષે પુનઃ એક સાથે સામે આવતા લોકો જોવા ટોળે વળ્યા હતા. વન વિભાગને જાણ કરતા તેમના દ્વારા પાંજરા મુકવાની કવાયત શરુ હતી. અહીં મગર સૂચક બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે

AI IMAGE

ભરૂચ -અંકલેશ્વર રોડ પર પુનઃ અંકલેશ્વર છાપરા પાટિયા અને ભૂત મામા ની ડેરી વચ્ચે એક મગર ખાડી માં લટાર મારતો જોવા મળ્યો હતો. મગર છીછરા પાણી ખાડી માં કિનારે ચાલતા ચાલતા જતા જોવા મળ્યો હતો. શિકારની શોધમાં ફરતા મગરો કિનારે નજરે પડતા લોક ટોળા જામ્યા હતા. ચાર દિવસથી ચાલી રહેલા વરસાદ બાદ મગર બહાર આવે તડકો કરતા નજરે પડ્યા હતા. આગાઉ વન વિભાગ દ્વારા પાંજરા મૂકી ભયસૂચક બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. આજ રોજ પુનઃ મગર નજરે પડતા વન વિભાગ અને જીવદયા પ્રેમી દ્વારા સ્થળ તપાસ શરુ કરી મગર પર વોચ શરુ કરી હતી. ભૂત મામા ડેરી સામે જાણો મગરોનું અભ્યારણ ઉભું થતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

error: Content is protected !!
Scroll to Top