- કરોડોના ખર્ચે બનેલા આ માર્ગ પર આજે ગાબડાં, મોટા ખાડા અને ઉખડેલા ડામર પણ ઉખડી ગયો છે.
- આ રસ્તાનું નિર્માણ સમયે 15 વર્ષની ગેરંટીના કરાયેલા દાવા પોકળ બન્યા છે.

અંકલેશ્વર તાલુકાના જીતાલી થી ડેટોક્સ ને જોડતો મુખ્ય માર્ગ માત્ર બે વર્ષમાં જ બિસ્માર બન્યો છે. કરોડોના ખર્ચે બનેલા આ માર્ગ પર આજે ગાબડાં, મોટા ખાડા અને ઉખડેલા ડામર ઉખાડી ગયો છે. આ રસ્તાનું નિર્માણ સમયે “15 વર્ષની ગેરંટી”ના કરાયેલા દાવા પોકળ બન્યા છે. જેના કારણે વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે આ માર્ગના નિર્માણમાં નબળી ગુણવત્તા વાળા મટીરીયલનો ઉપયોગ થયો છે, જેના કારણે આટલા ટૂંકા ગાળામાં રસ્તો બિસ્માર બન્યો છે. પ્રજાના ટેક્સના પૈસા આ દુરુપયોગ સામે લોકોમાં ભારે રોષ છે. આ મામલે જવાબદાર કોન્ટ્રાક્ટર,એન્જિનિયરો અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે.પ્રજાને ડર છે કે જો ફરી આ જ તંત્ર દ્વારા સમારકામ થશે, તો ફરી ભ્રષ્ટાચાર થશે અને રસ્તાની હાલત બે-ચાર વર્ષમાં ફરીથી ખરાબ થઈ જશે. આ મામલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે અને ભ્રષ્ટાચાર કરનાર સામે કડક પગલાં લેવામાં આવે તેવી પ્રજા ની માંગ છે.

