
અંકલેશ્વરમાં રાજયોગીની દાદી પ્રકાશમણિજીની 18મી પુણ્ય તિથિ અને વિશ્વ બધુંત્વ દિવસ નિમિત્તે અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કુમાળપાળ ગાંધી બ્લડબેંકના સહયોગથી અંકલેશ્વર શહેરના શક્તિનગર બ્રહ્મકુમારી રાજરૂષિ ભવન ખાતે મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું સવારે 8 વાગયથી બપોરે 12 વાગ્યા સુધીમાં અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસીમાં 180 થી વધુ યુનિટ રક્ત એકઠું કરવામાં અવ્યય હતું
રાજયોગ અને માનવ મૂલ્યનું ઉચ્ચ શિક્ષણ અને આધ્યાત્મિક, ધાર્મિક, સામાજિક જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય કે જે દુનિયાના 140 ઉપરાંત દેશોમાં હજારો સેવા કેન્દ્ર કાર્યરત છે.
આ રક્તદાન શિબિરમાં શ્રી નંદ ટ્રાવેલ્સના સંચાલક ભાવિક મોદી ,નિધિ હોસ્પિટલના ડૉ નિરજ ,નર્મદા હોસ્પિટલના ટ્રસ્ટી પાયલબેન, બ્રહ્મકુમારી રાજરૂષિ ભવનના ઇન્ચાર્જ ડી કે નીમા તેમજ રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા

