અંકલેશ્વર મહાવીર ટર્નીંગ ઉમા ભાવ પાસે ફાટક ના માત્ર 30 ફૂટ ના રેલ્વે ના રસ્તા ભાગ ને લઇ રોજ લગતી વાહનો કતાર લાગી જાય છે.
- મહાવીર ટર્નિંગ થી સ્ટેશન સુધી ખરાબ રસ્તાના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઉદ્દભવી રહી છે.
- રોજેરોજ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરતા વાહનચાલકોમાં રોષ ફેલાઈ રહ્યો છે.
- રેલ્વે ફાટક પાસે છાશવારે પડતા ખાડા વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની છે .

અંકલેશ્વર માંથી પસાર થતા જુના નેશનલ હાઇવે નંબર 8 પર તાજેતર માં જ રાજ્ય સરકાર ના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદી કાંસ સાથે માર્ગ નું નવીનીકરણ કરવામાં આવ્યું છે. જો કે આ માર્ગ પર ઉમા ભવન રેલ્વે ફાટક પાસે 30 મીટર નો ભાગ કેન્દ્ર સરકારના રેલ્વે વિભાગ ના અંદર માં છે. જે ફાટક ના 30 મીટર ના ભાગ માં મસમોટા ખાડા પડી ગયા છે. તેમજ રેલ્વે પાટા પાસે પણ ગાડી પટકાઈ રહી છે. ટુ વ્હીલર ચાલકો રીતસર ના પટકાઈ રહ્યા છે. રેલ્વે વિભાગ દ્વારા આ ખાડા પર લીપાપોતી કરી જતા રહે છે. અને થોડા જ વરસાદ માં પુનઃ ખાડા પડી જાય છે. જેને લઇ મસમોટા ખાડા ફાટક ના પાટા સાથે ઉપસી આવતા ખાડા આ 30 ફૂટ નો ભાગ વાહન ચાલકો માંડ 10 ની સ્પીડ માં ધીમે ધીમે ગાડી પલ્ટી ના મારી જાય એ રીતે બચાવી ને પસાર થવું પડી રહ્યું છે.
આ માર્ગ શહેર. નેશનલ હાઇવે, અને જીઆઇડીસી ને જોડાતો અગત્ય નો માર્ગ હોવાથી અહીં પિક અવર્સ માં અર્ધા થી કિલોમીટર સુધી વાહન ખાડા કતાર લાગી જાય છે જે પછી ગંભીર ટ્રાફિક જામ ની સ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે. નોકરિયાત વર્ગ ની માંડી વાહન ચાલકો આ સ્થિતિ ને લઇ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા રેલ્વે વિભાગ દ્વારા ફાટક પર વારંવાર પડતી ખાડાની સમસ્યા નું કાયમી ધોરણે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

