- સ્વચ્છતા અભિયાન ના થીમ ઉપર ગણેશ જી ના મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
- થીમ દ્વારા નરેન્દ્રભાઈ મોદી ના સ્વચ્છતા અભિયાનનો સંદેશ ભક્તો માં પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
અંકલેશ્વર ની નવી વસાહત વિસ્તારમાં શિવ શંભુ યુવક મંડળ દ્વારા હાલ ગણેશજી ના આગમન ટાણે વારાણસી ના કાશી વિશ્વનાથ ના દશાશ્વમેઘ ઘાટ પર સ્વચ્છતા અભિયાન ના થીમ પર ગણેશ જી નો મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે ભક્તો માટે અનેરું આકર્ષણ હશે. મંડળ ના અનેક યુવક -યુવતી ઓ એ ભેગા મળી આ અનોખી થીમ પર કલાત્મક ડેકોરેશન ઉભું કરવામાં તનતોડ મહેનત કરી રહ્યા છે ગણેશજી નું આગમન ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય સમગ્ર ભારત માં ગણેશજી ને વધાવવા જુદા જુદા થીમો ઉપર નિર્માણ કરતા મંડપમાં નું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર પણ જરૂરી માપદંડ મુજબ ના થીમ ના મંડપ માટે રોકડ પુરસ્કાર પણ જાહેર કરતા નવયુવાનો તેમજ ગણેશ ભક્તો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

