Vaat Ankleshwarni

તાજા સમાચાર

દાંડી હેરિટેજ માર્ગ પર ગત રાત્રી ના કડકિયા કોલેજ પાસે ખાડામાં ટેમ્પો પલટી જતા બાઈક સવાર ઘાયલ થયો છે.

રસ્તામાં પડેલા ખાડા માં ટેમ્પો ચાલક બેલેન્સ ગુમાવતા ટેમ્પો પલ્ટી મારી બાઈક પર પડતા બાઇક ચાલક ઘવાયો હતો.

અંકલેશ્વર-હાંસોટ રોડ પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કડકિયા કોલેજ નજીક રસ્તા પર ખાડાને કારણે થ્રી વ્હીલર ટેમ્પો અનિયંત્રિત થઈને પલટી ગયો હતો. ટેમ્પો બાજુમાં જઈ રહેલી બાઈક પર પડતા બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો.ઘટના બાદ ઘાયલ બાઈક ચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિક રહીશો ના જણાવ્યા મુજબ, અંકલેશ્વરની કડકિયા કોલેજથી ફ્રેટ કોરિડોર બ્રિજ સુધીના 600 મીટર નો સુધીનો માર્ગ અત્યંત ખરાબ સ્થિતિમાં છે. રસ્તા પર મોટા ખાડા ની સંખ્યા વધી રહી છે, જેના કારણે વારંવાર અકસ્માત સર્જાય રહ્યા છે.

ઐતિહાસિક દાંડી હેરિટેજ માર્ગની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. કડકિયા કોલેજથી ફ્રેટ કોરિડોર બ્રિજ સુધીના માત્ર 600 મીટરના રસ્તા પર વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે.આ માર્ગ પર એટલા બધા ખાડા પડ્યા છે કે વાહનચાલકોને પહાડી માર્ગ જેવો અનુભવ થાય છે. વાહન પલટી જવાનો ભય સતત રહે છે. કોઈ વાહનચાલક અચાનક બ્રેક મારે તો પાછળના વાહન સાથે અકસ્માત થવાની સંભાવના રહે છે. રસ્તાની આ ખરાબ સ્થિતિને કારણે વાહનોના મેન્ટેનન્સનો ખર્ચ વધ્યો છે. વાહનચાલકોને શારીરિક તકલીફો પણ થઈ રહી છે. લાંબા સમયથી રસ્તાનું સમારકામ ન થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ માર્ગ ઐતિહાસિક દાંડી યાત્રાનો ભાગ છે, પરંતુ તેની જાળવણી પ્રત્યે સંપૂર્ણ બેદરકારી દાખવવામાં આવી રહી છે. ત્યારે જે માર્ગ પર ગાંધીજી દાંડી યાત્રા લઇ નીકળ્યા હતા તે માર્ગ પર હવે સ્થાનિકો માર્ગ સત્યાગ્રહ યાત્રા યોજવી પડે તેવી સ્થિતિ દાંડી હેરિટેજ નેશનલ હાઇવે ઓથોરિટી ના કારણે ઉદભવે છે.

error: Content is protected !!
Scroll to Top