- ડ્રેનેજ લાઈન ના ચેમ્બર તૂટી જતા ભુવો પડ્યો હતો.
- જાગૃત નાગરિક દ્વારા બ્લોક ની આળસ ઉભી કરી હતી.
- રોડ ના કોર્નર પર જ મસમોટા ભુવા ને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.
- માર્ગો ના ખાડા હજુ પુરાયા નથી ત્યાં ભુવા ની આફત વાહનચાલકો માટે મુસીબત બની હતી.

અંકલેશ્વર શહેર માં રોડ ના ખાડા વાહન ચાલકો માટે આફત રૂપ બન્યા છે. જેમાં વધુ એક ઉમેરો થયો છે અંકલેશ્વર શહેર માંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર પાલિકા હસ્તગત માર્ગ પર જૂની મામલતદાર કચેરી પાસે ડ્રેનેજ લાઈન ચેમ્બર બેસી જતા મસમોટો ભુવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. દોઢ થી બે ફૂટ પહોળો અને 10 થી 12 ફૂટ ઊંડા ભુવા ને લઇ રોડ તૂટી રહ્યો છે. આ પ્રત્યે જાગૃત નાગરિક નું ધ્યાન જતા તેની આજુબાજુ બ્લોક લગાવ્યા છે. જો કે પાલિકા દ્વારા ભુવા નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારે ભુવો જલ્દી થી પુરી દેવામાં આવે એ જરૂરી બન્યું છે. વાહન ચાલકો માટે બિસ્માર માર્ગ બાદ ભુવા ની આફત મુસીબત સમાન બની જવા પામી છે. પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે તેનું સમારકામ શરુ કરી ભુવો પુરવા માટે ની પણ કવાયત શરુ કરી હતી. અત્રે ઉલેખનીય છે કે રાત્રી ના આજ માર્ગ પર શ્રીજી ની સૌથી વધુ શોભાયાત્રા પસાર થતી હોય ત્યારે શ્રીજી યાત્રા ના વિક્ષેપ ના પડે તે માટે પાલિકા દ્વારા તકેદારી ના પગલાં લેવા જરૂરી બન્યા છે.

