- છેલ્લા એક વર્ષ થી સ્થળ તપાસ ને સુનાવણી બાદ અંતે બૌડા પ્રથમ નોટિસ ફટકારી હતી.
- નોટિસ બાદ પણ દબાણ દૂર ના કરતા અંતે જેસીબી વડે તોડી પાડવામાં આવ્યું હતું.
- સ્થાનિક લોકો દ્વારા મકાન માલિક બિનઅધિકૃત બાંધકામ અંગે ફરિયાદ કરી હતી

અંકલેશ્વર ના ગડખોલ ગામ ખાતે આવેલ પંચવટી સોસાયટી માં પ્લોટ નંબર 16 પર મકાન માલિક દ્વારા હયાત ભોંયતળિયા, પ્રથમ માળ અને ટેરેસ ફ્લોર હોવા છતાં વધારાનું બાંધકામ માં ભોંયતળિયા,અને તેના પર ફ્લોર ઉભા કર્યા હતા. જે અંગે સ્થાનિકો દ્વારા બૌડા માં વર્ષ પૂર્વે ફરિયાદ કરી હતી. એ અંગે છેલ્લા એક વર્ષ થી સ્થળ તપાસ ને સુનાવણી બાદ અંતે બૌડા પ્રથમ નોટિસ ફટકારી હતી. જે નોટિસ બાદ પણ દબાણ દૂર ના કરતા અંતે જેસીબી વડે તોડી પાડવામાં આવ્યું હતું. બૌડા અધિકારીઓ એ સ્થળ પર હજારી માં જેસીબી વડે પ્રથમ દાદર તોડી પાડવામાં આવ્યો હતો જે બાદ વધારાનું દબાણ તોડવાની શરૂઆત કરી હતી. જો કે બૌડા કાર્યવાહી બાદ મકાન માલિક દ્વારા બાકી નું દબાણ જાતે જ તોડી પાડવાની બાંહેધરી આપતા બૌડા બાકી નું દબાણ ત્વરિત અસર થી દૂર કરવા સ્પષ્ટ તાકીદ કરી હતી.

