ભારે વરસાદ વચ્ચે બોરભાઠા ગામ ખાતે યુવક પર વીજળી પડી યુવક ગંભીર હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અંકલેશ્વર અચાનક ધોધમાર વરસાદ તૂટી પડતાં જનજીવન ખોરવાયું અંકલેશ્વર શહેર સહીત કાપોદ્રા પાટિયા સહીત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવો થયો હતો વરસાદ ના પગલે માર્ગો પર પાણી-પાણી જ નજરે પડ્યું હતું. પાછોતરો વરસાદ સાથે અંકલેશ્વર માં મોસમ નો કુલ વરસાદ 83 % ને પાર થયો છે. ચાલુ સીઝન માં 688 મિમિ પાણી અંકલેશ્વર માં વરસ્યું
અંકલેશ્વર છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છવાયો છે. તંત્ર ની આગાહી વચ્ચે છેલ્લા 3 દિવસ થી વાતાવરણ માં પલટો આવ્યો છે. બે દિવસ વરસાદ વરસી રહ્યો છે.

. ગત રોજ પણ વરસાદ પડ્યા બાદ આખી રાત વરસાદી માહોલ વચ્ચે ધીમીધારે 15 મિ મી વરસાદ વરસ્યો હતો. આ વચ્ચે શુક્રવાર ના રોજ બપોરે થી વાદળો ની ફોજ જોવા મળી હતી. 1 કલાક ધીમી ધારે શરુ થયેલ વરસાદ માત્ર અર્ધા કલાકમાં જ ધમાકેદાર એન્ટ્રી સાથે ગાજવીજ સાથે તૂટી પડ્યો હતો. વીજળી ના કડાકા-ભડકા સાથે ખાબકેલા વરસાદ ચારેકોર પાણી પાણી જ કરી મૂક્યું હતું. અંકલેશ્વર શહેર ના ગાયત્રી મંદિર, સંજય નગર, નવીનગરી. સરગમ કોમ્લેક્ષ રોડ રેલ્વે ગોદી રોડ, જલારામ નગર, પંચાતી બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.માત્ર અર્ધા કલાકમાં 25 મિમી મિમી વરસાદ વચ્ચે મોસમ નો કુલ વરસાદ 788 મિમિ સામે 668 મિમિ સાથે 83% કરતા વધુ પડ્યો છે. અંકલેશ્વર માં છેલ્લા 5 વર્ષ થી 150 થી 200 % સુધી વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે પાછોતરો વરસાદ ને લઇ ખેડૂતોના ઉભા પાક તેમજ શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો શેરડી ના પાક ને ફાયદો થશે.

આ વચ્ચે અંકલેશ્વર નર્મદા કાંઠે આવેલ બોરભાઠા ગામ નજીક દીવી ગામ ના યુવક પર ધોધમાર વરસાદ વચ્ચે અચાનક વીજળી ત્રાટકી હતી જે ગંભીર રીતે દાઝી ગયો હતો. પરિવાર ને આ અંગે જાણ થતા ત્વરિત અસર થી દોડી આવી તેને રીક્ષા માં અંકલેશ્વર ની સરદાર પટેલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો છે. તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં વાલિયા રોડ પર આવેલ કાપોદ્રા પાટિયા વિસ્તાર અને તેને અડી ને આવેલ નોટીફાઈડ રહેણાંક વિસ્તારના ગોવર્ધનનાથજી ની હવેલી સહીત માર્ગો પર પાણીનો ભરાવો થયો હતો. ઢીંચણ સુધી પાણી જોવા મળ્યા હતા જેને લઇ વાહન વ્યવહારને અસર પહોંચી હતી. કોસમડી ગામ સિદ્ધિવિનાયક સોસાયટી., ગાર્ડન સીટી રોડ, ઉમંગ રેસિડન્સી સહીત વિસ્તારો માં માર્ગ પર તેમજ કોમ્પ્લેક્સ ના પાર્કિગ માં પણ પાણી ફરી વળ્યા હતા.
- અંકલેશ્વર સંજયનગર અને હાંસોટ રોડ પર આવેલ એન.ડી.નગર માં ઘર માં પાણી પ્રવેશ્યા
અચાનક ખાબકેલા ધોધમાર વરસાદ માં અંકલેશ્વર સૌથી વધુ પ્રભાવિત થતા સંજય નગર , વિસ્તારમાં લોકોના ઘરો માં પાણી પ્રવેશ્યા હતા. ચાલુ વર્ષે બીજી વાર લોકોના ઘર માં સંજયનગર માં પાણી જોવા મળ્યું હતું. તો અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ એન.ડી.નગરમાં વરસાદી પૂર નો માહોલ જોવા મળ્યો હતો. લોકો માં ધરો માં પાણી પ્રવેશ્યા હતા જેને લઇ અનેક ની હાલત કફોડી બની હતી.
– ગણેશ પંડાલ માં પણ પાણી ફરી વળ્યાં
અંકલેશ્વર ભરૂચી નાકા શંભુ ડેરી પાસે તેમજ હાંસોટ રોડ પર આવેલ નીચાણવાળી સોસાયટીમાં , નવી નગરી.સહીત વિસ્તાર માં ગણેશ મંડપ માં પાણી પ્રવેશતા શ્રીજી ભક્તો ની ચિંતા વધારી હતી. તો જીઆઇડીસી માં પણ અનેક ગણેશ મંડપ માં પાણી પ્રવેશતા ભક્તો દોડી ઉઠ્યા હતા.

