Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વરમા વારાણસીના કાશી વિશ્વનાથના દશાશ્વમેઘ ઘાટની થીમ આકર્ષણનું કેન્દ્ર બની

અંકલેશ્વર ની નવી વસાહત વિસ્તારમાં શિવ શંભુ યુવક મંડળ દ્વારા હાલ ગણેશજી ઉત્સવ માં પ્રથમ વખત વારાણસી ના કાશી વિશ્વનાથ ના દશાશ્વમેઘ ઘાટ પર સ્વચ્છતા અભિયાન ના થીમ પર ગણેશ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. જે ભક્તો માટે અનેરું આકર્ષણ બન્યું છે. મંડળ ના અનેક યુવક -યુવતી ઓ એ ભેગા મળી આ અનોખી થીમ પર કલાત્મક ડેકોરેશન ઉભું કરવામાં તનતોડ મહેનત કરી રહ્યા છે. ભગવાન ગણેશજી તેમજ મુષક જી ઘાટ ની સફાઈ કરતા નજરે પડે છે. શ્રીજી ભગવાન મૂષક રાજ ની નાવડી નો દોરી સંચાર કરી રહ્યા છે. અંકલેશ્વર માં ગણેશ ઉત્સવ માં થીમ આધારિત ગણેશ ઉત્સવ હાલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે રોજ હજારો ભક્તો તેને નિહાળી સામાજિક તેમજ ધાર્મિક સંદેશ પ્રાપ્ત કરી રહ્યા છે. સ્વચ્છતા ના સંદેશ સાથે ની શિવ શંભુ ગ્રુપ દ્વારા વારાણસી ના કાશી વિશ્વનાથ ના દશાશ્વમેઘ ઘાટ નું લાઈવ મુવિંગ દ્રશ્ય બાળકોથી માંડી વડીલ નિહાળી સ્વચ્છતા અંગે ના સંકલ્પ લઇ રહ્યા છે.

error: Content is protected !!
Scroll to Top