- રાત્રે સપાટી 18 ફૂટ નીચે થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
- ભયજનક સપાટી 24 ફૂટ 6 ફૂટ નીચે સપાટી એ નર્મદા નદી વહી રહી છે.
- બપોરે 1 કલાકે ઘટીને 19.28 ફૂટ જે ચાર વાગ્યા બાદ 18.37 ફૂટ પહોંચી હતી.
- પોલીસ દ્વારા લાઈવ માઈક વડે કિનારા પર ના જવા તાકીદ કરાઈ હતી.

ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટીમાં સતત ઘટાડો નોંધાયો છે. એક તબક્કે જળસ્તર 19 ફૂટ પાર કરી 20 ફૂટ ની સપાટી નજીક પહોંચ્યું હતું. હાલ નદીની જળ સપાટી 18.37 ફૂટ પર પહોંચી છે. પાણીની આવકમાં ઘટાડો થતા સરદાર સરોવર ડેમના 15 પૈકી 5 દરવાજા બંધ કરવામાં આવ્યા છે.હાલ સરદાર સરોવર ડેમના 10 દરવાજા 1.40 મીટર સુધી ખોલીને નદીમાં 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે પાવરહાઉસ મારફતે વધારાના 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. એટલે કુલ મળી નર્મદા નદીમાં 1 લાખ 45 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.જળ સપાટીમાં ઘટાડો સાથે નદીના કાંઠે વસવાટ કરતા વિસ્તારોમાં હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. જોકે સત્તાવાળાઓ હજી પણ સાવચેતી રાખવાની અપીલ કરી રહ્યા છે. નદી કાંઠાના ગામો અને શહેરના નદી કિનારે જનાર લોકોને ચેતવણી આપવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા પોલીસ વ્હીકલ વડે ગામ એ ગામ અને નર્મદા કિનારા પર ગોલ્ડન બ્રિજ પાસે લાઈવ એનાઉન્સમેન્ટ કરી લોકોને કિનારાથી દૂર રહેવા અપીલ કરી રહ્યા છે.

