
નેશનલ હાઇવેની આસપાસ થયેલા ગેરકાયદે દબાણોને કારણે વાહન વ્યવહારમાં અવરોધ સર્જાતો હતો.
માર્ગ વિસ્તરણની કામગીરી માટે અંકલેશ્વર મામલતદાર, માર્ગ અને મકાન વિભાગ, બૌડા અને નોટિફાઇડ એરિયા ઓથોરિટીની સંયુક્ત ટીમે આજે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તંત્રની આ કાર્યવાહીથી લારી-ગલ્લા સહિતના દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો. માર્ગ વિસ્તરણની કામગીરી પૂર્ણ થયા બાદ વાહન વ્યવહાર સરળ બનશે અને ટ્રાફિક જામની સમસ્યા હળવી થશે તેવી આશા છે.

