
ભરૂચ અંકલેશ્વર ને જોડતા નર્મદા મૈયા બ્રિજ નીચે કીચડમાંથી નવજાત શિશુનો મૃતદેહ નજરે પડ્યો હોવાની ચોંકાવનારી વિગતો સપાટી એ સામે આવી છે. સુસાઇડ પોઇન્ટ એવા નર્મદા મૈયા બ્રિજ નીચે નદીના કીચડમાંથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિક લોકોએ કીચડમાં ફસાયેલા મૃતદેહને જોયો હતો.સ્થાનિકોએ તરત જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી આ અંગે જાણ કરતા તેઓ તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કીચડમાંથી બહાર કાઢ્યો હતો. જે કાઢતી વેળા પણ બાળક ને જતા ટીમ ની આંખો માં પણ પાણી આવી ગયા હતા. કથળ કાળજા ના માનવી ને પણ પીગળાવી દે તેવા દ્રશ્યો જોઈએ સૌ કોઈ તેની જનેતા પર ફિટકાર વરસાવી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ લીધો છે. પોલીસ હવે આ કેસમાં વિવિધ પાસાઓ તપાસ કરી રહી છે. કોઈ માતાએ પોતાના પાપ ને છુપાવવા આ કૃત્ય કર્યું છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. નિષ્ઠુર માતા દ્વારા કયા કારણોસર બાળકને ત્યજી દીધું છે. તેમજ કુમાતા એ નવજાત ને નર્મદા મૈયા બ્રિજ પર થી ત્યજી દીધું કે પછી કિનારે નાખી ગઈ પોલીસે તપાસ શરુ કરી હતી.

