Vaat Ankleshwarni

તાજા સમાચાર

આખરે અંકલેશ્વર ના ઉદ્યોગની માંગ સંતોષાઇ છે. પુન ગામ પાસે સુપર ફાસ્ટ એક્સપ્રેસ પર એન્ટ્રી-એક્ઝિટ અપાઈ છે.

અંકલેશ્વરમાં ફાસ્ટ એક્સપ્રેસ હાઇવે જોડાણ મળતા હવે એક્સપોર્ટ-ઈમ્પોર્ટ થી લઇ માર્ગ પરિવહન સુપર ફાસ્ટ થશે.

નેશનલ હાઇવે નંબર 48 ની ના પર્યાય રૂપ માર્ગ ને લઇ વાહન ચાલકોને રાહત થશે પણ પુન ગામ નજીકના ડાયવર્ઝનના ભરૂચ ટ્રાફિક સમસ્યા થી મુક્તિ પણ હવે અંકલેશ્વર શહેરમાં ટ્રાફિક વધશે.

દિલ્હીથી મુંબઈ જોડતો સુપર ફાસ્ટ એક્સપ્રેસ વે હવે ભરૂચ -અંકલેશ્વર સુધી બિન સત્તાવાર રીતે શરૂ થઈ ગયો છે.એક્સપ્રેસ હાઇવે પર જતાં વાહનચાલકો અંકલેશ્વર પુન ગામ નજીક બનાવાયેલ ડાયવર્ઝન નો ઉપયોગ કરી ભરૂચ તેમજ સુરત તરફ જઈ શકે છે. 8 લેન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે થકી અંકલેશ્વર માં જોડાણ ની બાદબાકી થઇ હતી. અને ભરૂચ અને સુરત ના કીમ પાસે સર્કલ બનાવના હતા. જેને લઇ અંકલેશ્વર -પાનોલી અને ઝગડીયા સહીત 4 થી વધુ જીઆઇડીસી માં ઉદ્યોગકારોને માલ પરિવહન માટે એક્સપ્રેસ હાઇવે પર લાંબા ફેરવો ફરવા સાથે ટ્રાફિક ભારણ ભરૂચ માં વધ્યું હતું. તો સ્થાનિક ઉદ્યોગો પણ કચવાટ અનુભવી રહ્યા હતા અને આ અંગે ઉપલા લેવલ સુધી રજૂઆત કરી ચૂક્યા હતા. આ વચ્ચે અચાનક પુન ગામ પાસે હાલ બિન સત્તાવાર રીતે ભરૂચ તરફ ચઢવા તેમજ સુરત તરફ ચઢવા માટે બે એપ્રોચ રોડ ના જોડાણ કરાયા છે. આ માર્ગો હજુ કાચા છે. જેના પર થી વાહન આવાગમન શરુ કર્યું છે એક તરફ એ.બી.સી સર્કલ થી દહેજ એક્સપ્રેસ વે સુધી સજ્જડ ટ્રાફિક ભરૂચ તરફ આપેલા જોડાણ ને લઇ જોવા મળી રહ્યો હતો.અંકલેશ્વર તરફ ના જોડાણ ને લઇ ભરૂચ માં અંશતઃ ટ્રાફીક ભારણ ઘટશે. પણ હવે અંકલેશ્વર શહેર માં ટ્રાફિક ભારણ વધે તો નવાઈ નહિ.

  • સુપર ફાસ્ટ એક્સપ્રેસ હાઈવે માં ભરૂચમાં પેકેજ-4 હેઠળ 13 કિમી હિસ્સામાં અંકલેશ્વર

આ પ્રોજેક્ટના 1380 કિમીમાંથી 413 કિમીનો ભાગ ગુજરાતમાં છે. જેમાં ભરૂચમાં પેકેજ-4 હેઠળ 13 કિમી હિસ્સામાં અંકલેશ્વર ના પુન ગામ નજીક ખેડૂતોના પ્રશ્નો ના કારણે એક્સપ્રેસ હાઇવેની કામગીરી અટકી પડી હતી.જોકે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે હવે ભરૂચ અંકલેશ્વર વચ્ચે સુપર ફાસ્ટ એક્સપ્રેસ હાઇવે નો અંકલેશ્વર ની પુન ગામ નજીક એન્ટ્રી – એક્ઝિટ બિન સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યો છે.

error: Content is protected !!
Scroll to Top