Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જાહેર રસ્તા ઉપર રખડતા ઢોર ડબ્બે પૂર્યા હતા.

  • બપોર બાદ અચાનક ઝુંબેશ શરુ કરી 18 જેટલા ઢોર ને ઝડપી પાડી ડબ્બે પૂર્યા હતા.
  • ⁠પશુ પાલકોને તાકીદ કરી પશુઓને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં.

શહેરમાં રખડતા ઢોર ટ્રાફિકમાં અડચણ કરતા હોય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને કે અકસ્માત ન થાય તેના માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઢોર ને પકડી પાડવા માટે બપોર બાદ સ્પેશ્યલ ડ્રાઈવ શરુ કરી હતી અને જાહેર માર્ગ પર થીરખડતા ઢોર ઝડપી પાડી મોદી નગર પાસે આવેલ ઢોર ડબ્બામાં પુરાવામાં આવ્યા હતા.પાલિકા દ્વારા રખડતા ઢોર પૈકી ભેંસ 5, નાના પાડા/પાડી – 3 તેમજ ગાય – 3 અને વાછરડા/વાછરડી – 5 મળી રખડતા ઢોર – 8ને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા આ ડ્રાઇવ દરમ્યાન ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયા ના માર્ગદર્શન હેઠળ અને સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડા ની હાજરીમાં સેનીટેશન ખાતાના સુપરવાઈઝરો અને પાલિકા મજૂરો તેમજ સંસ્કાર એજ્યુકેશન ની ટીમના સભ્યો હાજર રહીને રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી હતી.અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પશુ પાલકોને તાકીદ કરવામાં આવેલ છે કે તમારા પશુઓને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં. જો તમોને આપેલ સૂચનાનુ પાલન કરવામાં નહીં આવશે તો તમારા સામે નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે અંગેની તાકીદ કરવામાં આવી હતી.

error: Content is protected !!
Scroll to Top