
અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં આવેલ એક ગણપતિ પંડાલમાં નચનિયાએ સ્ટેજ પર અશોભનીય નૃત્ય કરતા વિડીયો વાયરલ થયો હતો જે બાદ ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકોની ધાર્મિક લાગણી દુભાતા આયોજકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે શ્રી ગણેશ ચતુર્થીનો ઉદ્દેશ ભાવિભક્તિ, ભજન-કીર્તન અને શાંતિપૂર્ણ માહોલમાં પૂજા કરવાનો હોય છે. પણ હાલમાં કેટલાક પંડાલોમાં મનોરંજનના નામે અવ્યાવસ્થિત કાર્યક્રમો આયોજિત થાય છે. જેમાં ડાન્સિંગ નચનિયાઓને બોલાવી અધરમ ચરમસીમાએ પહોંચાડવામાં આવે છે.ઠુમકા લગાવતો વિડિઓ વાયરલ થતા અંકલેશ્વર ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન કરનાર આયોજક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં ફરિયાદ કરી હતી
જોકે અંકલેશ્વર ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જીઆઇડીસી પોલીસ સ્ટેશન માં લેખિત ફરિયાદ કરતા મીરાંનગર ગણપતિ આયોજક દ્વારા સોસીયલ મીડિયામાં માફી માંગી વિડિઓ શેર કર્યો હતો અને આ પ્રકારનું કાર્ય અગાઉ ન થાય તેવી બાંહેધરી આપી માફી માંગી હતી –

