Vaat Ankleshwarni

તાજા સમાચાર

કેવડિયા સરદાર સરોવર ડેમ માંથી 3.95 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા અંકલેશ્વર  ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટને પાર થઇ હતી.

અંકલેશ્વર નર્મદા કાંઠા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ જયારે ભયજનક સપાટી 24 ફૂટ થી 4 ફૂટ પાણી હાલ નીચે વહી રહી છે.  

એમ.પી ઓમકારેશ્વર ડેમ માંથી પાણી જથ્થો પુનઃ છોડવામાં આવતા સરદાર સરોવર ડેમ તેની મહત્તમ ક્ષમતા ની 2 મીટર નીચે વહી રહ્યો છે. જેને લઇ નર્મદા ડેમના 12 ગેટ ખોલી 3.95 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી ની વિપુલ માત્રામાં આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણી વિપુલ માત્રામાં આવક થતા ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે સાંજના સમયે નદીની સપાટી 20 ફૂટને પાર કરી ગઈ હતી નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જ્યારે ભયજનક  સપાટી 24 ફૂટ છે નદીની સપાટીમાં ઉત્તરોઉત્તર વધારો થતા તંત્ર દ્વારા નદી કિનારાના ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. એસ.ડી.એમ ભવદિપ સિંહ જાડેજા, અંકલેશ્વર મામલતદાર કિરણસિંહ રાજપુત ઇમર્જન્સી મોનિટર સેન્ટર ખાતે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.અસરગ્રસ્ત ગામો માં તલાટી ને સ્ટેન્ડ બાય કરી સ્થળ પર ગામ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.  તેમજ અંકલેશ્વર ના સરફુદ્દીન,ખાલપીયા ,જુના છાપરા ,જુના કાશીયા ,બોરભાઠા બેટ ,સક્કરપોર ,જુના પુન ગામ ,બોરભાઠા , ના તરીયા , નવા ધંતુરીયા ,જુના દીવા સહિતના 14 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે, સાથે તંત્ર દ્વારા આ ગામો ના સરપંચ અને તલાટી ઓ અને નોડલ અધિકારી પણ સ્થળ ઉપર હાજર રહી સ્થિતિ પર નજર રાખી જરૂર પડે તો સ્થળાંતર કરવા તાકીદ કરી હતી.

error: Content is protected !!
Scroll to Top