Vaat Ankleshwarni

તાજા સમાચાર

નર્મદા નદી આમલાખાડી નું પાણી ના લેતા આમલાખાડી હાલ ગાંડીતૂર બની હતી. અંકલેશ્વર-સુરત હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જી હતી.

  • આમલાખાડી નર્મદા માં વિલિન થતી હોય અને નર્મદા નદી છોડવામાં આવેલ પાણી ને લઇ આ સ્થિતિ ઉદ્ભવી છે.
  • આમલાખાડી ના ઉપરવાસ માં વરસાદ સાથે ખાડી ની યોગ્ય સફાઈ ના થતાં માર્ગ અને લોકો ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે.

અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદ અને નર્મદા નદીની જળ સપાટી ભયજનક સ્તરે પહોંચતા શહેરમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરી હાલ નર્મદા નદી ભયજનક સપાટી વટાવી વહી રહી છે. જેને લઇ નર્મદા માં નદી માં વિલિન થતી આમલાખાડી ની પાણી અસ્વીકાર કરતા આમલાખાડી ના પાણી પીરામણ ગામ થી લઇ ધંતુરીયા સુધી 15 કિમિ ના આમલાખાડી પટ્ટા માં ખાડી ના પાણી ખેતરોમાં ફરી વળ્યાં છે. આમલાખાડી સીઝન માં ત્રીજી વાર ઓવર ફ્લો થઇ છે. જ્યારે બીજી વાર આમલાખાડી એ હાંસોટ રોડ પર રસ્તો બ્લોક કરી દીધો છે. કડકિયા કોલેજ નજીક માર્ગ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. આ કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો છે. લોકોને પોતાના રોજિંદા કામકાજ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટા વાહનો પાણીના પ્રવાહ માંથી પસાર થઈ રહ્યા છે. જોકે, નાના વાહન ચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું અત્યંત જોખમી બની ગયું છે. અંકલેશ્વર-સુરત ને જોડતો સ્ટેટ હાઈવે હાલ નદી જેવા દેખાઈ રહ્યો છે. કેટલાક લોકો જીવના જોખમેં પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. નોકરી અને ધંધા પર જતા લોકો રસ્તામાં અટવાયા છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

error: Content is protected !!
Scroll to Top