Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર ના નર્મદા નદી માં બોરભાઠા કિનારે પીઓપી મૂર્તિ કિનારે લાધી ગઈ હતી.

  • નર્મદા નદીમાં પી.ઓ.પી ની પ્રતિમા ના વિસર્જન પર પ્રતિબંધ છતાં નદીમાં વિસર્જન થયું હતું.
  • ⁠માં નર્મદા એ પી.ઓ.પી ની મૂર્તિ નો અસ્વીકાર કરી કિનારે કરી હતી.
  • ⁠જાગૃત યુવાન દ્વારા આસ્થા ના દુભાય એ માટે પુનઃ વિસર્જિત કરતા જોવા મળ્યો હતો.

10 દિવસ ના આતિથ્ય બાદ અંતે ભક્તો એ શ્રીજી ને ભાવભીની વિદાય આપી હતી. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં પર્યાવરણ ને ધ્યાને લઇ પી.ઓ.પી ની મૂર્તિ નર્મદા નદી માં વિસર્જન કરવા પર રોક લાગી છે. જો કે હજુ પણ નર્મદા નદી માં પી.ઓ.પી ની પ્રતિમાનું વિસર્જન થઇ રહ્યું છે. તેના બોલતા પુરાવા રૂપે અંકલેશ્વર ના બોરભાઠા કિનારે પી.ઓ.પી ની પ્રતિમા લાધી ગયેલી જોવા મળી હતી. નાની પ્રતિમા ઓ કિનારે અડી ને એક જાગૃત નાગરિક એ જોતા જ તેને પુનઃ નર્મદા નદી માં વિસર્જિત કરતા જોવા મળ્યો હતો. જો આ યુવક ના પ્રયાસ પ્રશનીય હતો કે આસ્થાને ઠેસ પહોંચે એ પૂર્વે પુનઃ વિસર્જિત કરી હતી. અત્રે ઉલ્લેખીય છે કે નર્મદા નદી માં જો ખરેખર પી.ઓ.પી ની પ્રતિમા નું વિસર્જન પર પ્રતિબંધ છે. તો પછી અંકલેશ્વર – ઝાડેશ્વર, કુકડવાડા કિનારે તેમજ ભાડભૂત ખાતે નર્મદા નદીમાં જ વિસર્જન થાય છે. તે વિસર્જન તંત્ર અટકાવી શકતું નથી એ વાત ચોક્કસ છે.

error: Content is protected !!
Scroll to Top