- શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સમક્ષ ભાજપ અન્ય ભાષા ભાષી સેલ તેમજ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું.
- બિહાર દરભંગા માં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ ખાતે કરેલા નિવેદન સામે સખ્ત વિરોધ સાથે સજ્જડ વિરોધ કરવા ધરણા યોજાયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને જે.ડી.યુ. ના તેજસ્વી યાદવ દ્વારા કરવામાં આવેલા અપમાનજનક નિવેદનના વિરોધમાં આજે અંકલેશ્વર ભાજપ ના અન્ય ભાષા ભાષી સેલ તેમજ બિહાર સમાજ દ્વારા ઉગ્ર પ્રદર્શન સાથે પ્રથમ બેનર સાથે માર્ચ યોજવામાં આવી હતી. જે બાદ જોગર્સ પાર્ક ખાતે આવેલ શિવાજી પાર્ક સ્ટેચ્યુ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ સામે તીખા સૂત્રોચ્ચાર કર્યા અને તરત માફી માંગવાની માંગણી કરી હતી.વિરોધ પ્રદર્શન દરમિયાન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અન્ય ભાષા ભાષી સેલ અશોક ઝા , અનિલ શુકલા, અમૃત સાળુંકે, નોટીફાઈડ ભાજપ પ્રમુખ જય તેરૈયા, ડૉ. નિતેન્દ્ર સિંહ દેવધારા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ભાજપના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે, “પ્રધાનમંત્રીના પરિવારમાં અપમાનજનક શબ્દો ઉચ્ચારવા યોગ્ય નથી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ એ તાત્કાલિક માફી માંગવી જોઈએ.”આ વિરોધ પ્રદર્શન માં ભાજપના કાર્યકરોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો અને આગળ પણ આવા નિવેદનો કરવામાં આવશે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી પણ અપાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાશ્રી અંગે અપમાનજનક ભાષાના ઉપયોગ કર્યો છે. તેની નિંદા કરવામાં આવી હતી. અને આ માત્ર વ્યક્તિગત અપમાન નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્રની સંસ્કૃતિ, આપણા સંસ્કાર અને માતૃશક્તિનો પણ અપમાન છે. ભારતીય સંસ્કૃતિમાં “મા” ને દૈવત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. માતાનું અપમાન કોઈપણ પરિસ્થિતિ માં સહન કરી શકાય તેમ નથી. આ અન્યાય અને અસંસ્કારી વર્તનની સામે સજ્જડ વિરોધ નોંધાવ્યો હતો.

