જુના નેશનલ હાઇવે નંબર 8 ને જોડાતા મહાવીર ટર્નીંગ પર ટ્રાફિક ઓએનજીસી કોલોની- રાજપીપળા ચોકડી રોડ પર જોવા મળી હતી.

અંકલેશ્વર શહેર ના ખાડા અને રોડ પર નો ટ્રાફિક જામ ની પરિસ્થિતિ વચ્ચે વાહન ચાલકો અને રાહદારી તોબા પોકારી ચુક્યા છે. અંકલેશ્વર માં રોડ પર ના ખાડા ને લઇ ટ્રાફિક જામ થઇ રહી છે. તો જૂનો અને નવો નેશનલ હાઇવે સત્તત હળવો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે મંગળવાર ના રોજ ભર બપોરે કોઈ કારણોસર અંકલેશ્વર શહેર ઓએનજીસી બ્રિજ ને જોડતા તેમજ નેશનલ હાઇવે 48 પર રાજપીપળા ચોકડી તરફ જતા માર્ગ પર મહાવીર ટર્નીંગ પર વાહનોના પૈડાં થંભી ગયા હતા. અને દોઢ થી બે કિમિ લાંબી વાહનોની કતાર પડી ગઈ હતી. તેની અસર જુના નેશનલ હાઇવે પર જોવા મળી હતી. ગડખોલ ટી બ્રિજ થી પ્રતિન ચોકડી સ્ટેશન રોડ તરફ જતા માર્ગ પર નો વાહન વ્યવહાર અવરોધાયો હતો. ને હળવો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. બપોર ના સમયે ટી.આર.બી જવાનો સૂચક ગેરહાજરી જોવા મળી હતી. જેને લઇ ટ્રાફિક કંટ્રોલ કરવી પણ મુશ્કેલ બન્યા હતો. દોઢ કલાક અંતે ટ્રાફિક સમસ્યા થોડી હળવી બની હતી.

