Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક હાઇવે પુનઃ સજ્જડ જામ સર્જાયો હતો.

એન.એચ.આઈ દ્વારા વરસાદ વિરામ લેતા ખાડા પુરવા ની શરૂઆત કરતા તેના અસર ટ્રાફિક પર જોવા મળી હતી.

અંકલેશ્વર માં પુનઃ વાલિયા ચોકડી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સુરત તરફ જતા માર્ગ પર વાહનો કતાર જોવા મળી હતી. જે પાછળ નું કારણ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વરસાદ વિરામ લેતા આગામી 48 કલાક માટે 10 ટીમ દ્વારા કામગીરી કરી રહી છે. 5 પેવર મશીન ટીમ અને 5 ડામરવર્ક ટીમ દ્વારા હાલ ભરૂચ થી લઇ સુરત પલસાણા સુધી કામગીરી કરાઈ રહી છે. સવારે લુવારા બ્રિજ પર પેજ વર્ક કરવા આવ્યું હતું. જે બાદ સરદાર બ્રિજ ખાતે કામગીરી કરવામાં આવી હતી. અને હાલ આમલાખાડી બ્રિજ પર પેચ વર્ક કરવામાં આવશે. તો રાત્રી ના તમામ નેરો બ્રિજ પર સમારકામ કરવામાં આવશે. સવાર થી શરુ થયેલ પેચ વર્ક ની કામગીરી ને લઇ રોડ ની બને તરફ કામ અલગ અલગ ટીમો કરવામાં આવી રહ્યું છે. જેને લઇ નવજીવન હોટલ થી લઇ આમલાખાડી બ્રિજ પર વડોદરા તરફ જતી લેન માં પણ ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળ્યા હતા બને તરફ વાહન કતાર લાંબી થતા જિલ્લા ટ્રાફિક પોલીસ ને  ટ્રાફિક હળવો કરતા એન.એચ.આઈ ઓથોરિટી ટીમ સાથે જોડાઈ હતી. હાઇવે પર સર્જાયેલ ટ્રાફિક જામ ની અસર આંતરિક માર્ગો પર પણ પડી હતી. આમલાખાડી બોટલ નેક ને લઇ તેની અસર સાથે માર્ગ ના ખાડા હાલ તો ટ્રાફિક જામ નું નિમિત્ત બન્યા છે.

error: Content is protected !!
Scroll to Top