નવા વસાવેલા સરફુદ્દીન ગામમાં અન્ય ગામ ના લોકો દ્વારા ગૌ ચારણ માં કરેલા દબાણ દૂર કરવા સહીત વિવિધ પ્રશ્નો ના મુદ્દે જિલ્લા કલેકટર ને આવેદન પાઠવ્યું હતું.

અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કિનારે વસેલ જુના અને નવા સરફુદીન ગામના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. અંકલેશ્વરના જુના અને નવા સરફુદીન ગામના ગ્રામજનો દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભાડભુત બેરેજ યોજના ને કારણે નર્મદા નદીમાં ડુબાણમાં જતાં જુના સરફુદ્દીન ગામ તળ ની જગ્યા તેમજ મકાન ડૂબાણ મા આવતા હોવાથી ખસેડવાની જે તજવીજ ગુજરાત સરકાર મેહસુલ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા 39 મકાનનું જાહેરનામું આપ્યુ છે તે અનુસંધાને નવી જગ્યા ફાળવવાની માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત જૂના ગામમાં ગૌચર છે એટલું ગૌ ચરણ નવી વસાહતમાં ફાળવવામાં આવે અને સ્મશાન માટે પણ જગ્યા ફાળવવાની સહિત અન્ય માંગ કરવામાં આવી છે.

