Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર ના દઢાલ – ઉછાલી નજીક અમરાવતી નદીમાં ડૂબેલા 15 વર્ષીય કિશોર ગુરુવાર સવારે મૃતદેહ મળી આવ્યો હતો.

સારંગપુર નજીક નહાવા પડેલા 4 પૈકી એક તણાયો હતો જયારે 3 નો બચાવ થયો હતો.

અંકલેશ્વર તાલુકાના સાળંગપુર ગામ નજીક અમરાવતી નદીમાં આજે સાંજે એક દુર્ઘટના સામે આવી છે. નદીમાં નહાવા પડેલા ચાર યુવાનો પૈકી એક કિશોર તણાઈ ગયો છે. લાપતા થયેલ કિશોરની ઓળખ લક્ષમણ નગર સોનલ પાર્કમાં રહેતા 15 વર્ષીય સુમિત રાજપૂત તરીકે થઈ છે. નદીમાં ન્હાવા દરમિયાન અચાનક સુમિત ડૂબવા લાગ્યો હતો. તેની સાથે નહાવા ગયેલા અન્ય ત્રણ યુવાન બહાર નીકળી ગયા હતા. તેણે બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર પાલિકા ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સુમિત ની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર તાલુકા પોલીસ આ બનાવની વધુ તપાસ કરી રહી છે. ગત રોજ સાંજ ના બનાવ માં મોડી રાત્રી સુધી શોધખોળ કર્યા બાદ આજરોજ પુનઃ સવારે શોધખોળ શરુ કરી હતી. દરમિયાન ફાયર ટીમે અંતે જ્યાં સુમિત  ડૂબ્યો હતો તેના નજીક થી જ તેનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. જેને બહાર કાઢી પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે અંકલેશ્વર તાલુકા પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ શરુ કરી હતી.

error: Content is protected !!
Scroll to Top