Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વરની ડેક ઇન્ડિયા કંપનીમાંથી 6.51 લાખના મશીનરી ની સિક્યુરિટી ગાર્ડ એ ચોરી કરી હોવાની ફરિયાદ જીઆઇડીસી પોલીસ મથકે નોંધાઈ છે.

ગાર્ડ એ 3 સાગરિતે મળી ચોરી ને અંજામ આપ્યો હોવાનું સીસીટીવી માં રેકોર્ડ થતા એચ.આર. હેડ દ્વારા જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરુ કરી હતી. 

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ફાર્મા મશીનરી ઉત્પાદક ડેક ઇન્ડિયા કંપનીમાં ચોરીની ઘટના સામે આવી છે. કંપની સિક્યુરિટી ગાર્ડે જ આ ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.કંપનીના એચ આર આસિફ શેખ એ  જીઆઇડીસી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ : ગત 25 મી ઓગસ્ટ ની રાત્રી ના સિક્યુરિટી હાર્ડ એ જ એસ.એસ. ધાતુ ની મશીનરી સમાન ટેમ્પા અન્ય ત્રણ ઈસમો ને ભરી આપ્યો હતો. મટીરિયલ્સ યુનિટમાં રાત્રી ગાર્ડ તરીકે ફરજ બજાવતા માર્કન્ડેય અવધેશ મોર્યા એ ત્રણ અન્ય વ્યક્તિઓ સાથે મળીને આ ચોરી કરી હતી. આરોપી સિક્યુરિટી ગાર્ડે પ્રોડક્શન એરિયાના શટરનું લોક ખોલી અંદરથી રૂપિયા 6.51 લાખની કિંમતની મશીનરી સામાન ચોરી કર્યો હતો. ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા. જેને સંપર્ક કરી ચોરી મુદ્દામાલ પરત કરવા અંગે મેસેજ આપવા છતાં ના કરતા અંતે કંપની એચ.આર દ્વારા જીઆઇડીસી પોલીસ મથકે 6..51 લાખ ચોરી ની ફરિયાદ નોંધાવી હતી. કંપનીના જ સિક્યુરિટી ગાર્ડે આ ગુનાને અંજામ આપતા હવે રક્ષક જ ભક્ષક બની ગયા હોવાનું સામે આવ્યું છે.

error: Content is protected !!
Scroll to Top