
ભરૂચ એસ.ઓ.જી પોલીસે એ જીતાલી ગામે દેશી બનાવટની પિસ્તોલ સાથે એક ઇસમની કરી અટકાયત કરી હતી. યુપી ભાવરા જોનપુર થી 3500 રૂપિયા વેચાતી લાગી અંકલેશ્વર માં વેચાણ કરવાનો હતો. અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે આમર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ની ટીમ અંકલેશ્વર માં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે અંકલેશ્વર ના જીતાલી ગામ થી સેગપુર તરફ જતા જીતાલી ગામ તળાવની પાળ ઉપર એક ઇસમ ગેરકાયદેસર હથિયાર લઇ વેચાણ કરવા નીકળ્યો છે. જે બાતમી આધારે એસ.ઓ.જી પોલીસ ની ટીમ જીતાલી તળાવ નજીક પહોંચી 100 મીટર ચાલી તળાવ નજીક માહિતી આધારિત ઈસમ ને કોર્ડન કરી તેની તલાશી લેતા તેની કમળ પાછળ કપડાં માં વિતાવેલી પિસ્તોલ મળી આવી હતી. પોલીસે મૂળ યુપી ના જોનપુર ભાવરા ના નરેન્દ્ર સિંગ રાજપૂત ની અટક કરી હતી. અને પિસ્ટલ દેશી હાથબનાવટ નું હોવા સાથે તેના પર અંગ્રેજી માં મેડ ઈન ઇંગ્લેન્ડ લખ્યું હતું. જયારે પિસ્ટલ ખાલી હતી. 10000 હજાર ની કિંમત ની પિસ્ટલ કબ્જે કરી હતી. મૂળ યુ.પી અને હાલ સારંગપુર ના મીરા નગર દુર્ગા માતાના મંદિર પાસે ઝૂંપડપટ્ટી માં રહેતા નરેન્દ્રસિગ મૃત્યંજય સિગ રાજપુતની ધરપકડ કરી તેના વિરુદ્ધ આમર્સ એક્ટ હેઠળ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી. તેની પ્રાથમિક પૂછપરછ માં એક મહિના પૂર્વે તેના ગામ યુપી ગયો હતો જ્યાં તેના બાજુ ના ગામ માંથી એક ઈસમ પાસે થી 3500 રૂપિયા માં વેચાતી લીધી હતી. અને તેને અહીં લઇ આવી વેચાણ કરવા માટે ગ્રાહક શોધી રહ્યો હતો.

