
અંકલેશ્વર હાલ ધુળીયા નગર માં ફેરવાઈ ગયું છે. સવાર પડતા જ ઊડતી ધૂળ થી વાહન ચાલકો નાહી રહ્યા છે. જાગૃત નાગરિક ની સોશિયલ મીડિયા પર પોસ્ટ બાદ પાલિકા રોડ પર પાણી છંટકાવ શરુ કર્યો છે. તેમ છતાં ઊડતી ધૂળ હજુ પણ જોવા મળી રહી છે. જેનો પુરાવો ખુદ પાલિકા સંચાલિત સ્ટેચ્યુ પાર્ક માં જોવા મળ્યો છે. અહીં ઝાડ-પાન પર ધૂળ ના થર જામ્યા છે. પણ સ્ટેચ્યુ પાર્ક સ્વચ્છતાના આગ્રહી ગાંધીજી ના સ્ટેચ્યુ પર જ ધૂળ ના થર જામ્યા છે. અહીં શહીદ ભગતસિંહ, ભારત માતા, સરદાર વલ્લભાઇ પટેલ સહીત ભગવાન નીલકંઠ વર્ણી ની પ્રતિમા ધૂળ ના થર માં લપેટાઈ ગઈ છે. આખું સ્ટેચ્યુ સ્ટ્રક્ચર પર બસ ધૂળ ધૂળ અને ધૂળ જ જોવા મળી રહી છે. તો જાળા ના બાઝી ગયા છે. જે જોતા સ્ટેચ્યુ પાર્ક ની સફાઈ પરત્વે પાલિકા ની અનદેખી છતી થઇ છે. તાજેતર માં જિલ્લા અને દક્ષિણ ઝોન માં સ્વચ્છતા સર્વેક્ષણ માં અવ્વલ આવ્યા હતા તો રાજ્યમાં ટોપ ટેન અને દેશ માં 52 મો ક્રમ મેળવ્યો હોવા છતાં. પાલિકા ની સફાઈ પરત્વેની જાગૃતતા નો અભાવ સામે આવ્યો છે. અહીં નોંધવું ઘટે કે સ્વચ્છતાના આગ્રહી અને જેમ ના લીધે સ્વચ્છતા અભિયાન સ્વચ્છતા સર્વેક્ષણ શરૂ થયા છે તેવા ગાંધીજી ની જ પ્રતિમા પર ધૂળ જામી જતા સ્વચ્છતા નું સુરસુરિયું થયું હોવાની પ્રતીતિ થઇ રહી છે. ત્યારે પાલિકા જેમ રોડ પર ઊડતી ધૂળ માટે પાણી છંટકાવ શરુ કર્યો છે. તેમજ સ્ટેચ્યુ પાર્ક માં મહાનુભાવો ની પ્રતિમા ની સફાઈ પરત્વે પણ ધ્યાન આપે એ જરૂરી છે. ભૂતકાળમાં જવાહર બાગ માં સ્ટેચ્યુ પર પાન-ગુટખા ની પિચકારી વાગી ચુકી છે. ત્યારે રોજ બરોજ આ સ્ટેચ્યુ પાર્ક માં પણ સફાઈ અને ચકાસણી થાય એ જરૂરી છે.

