મંગળવારે મેઘાલય મંત્રીમંડળમાં ફેરબદલ થવાનું હતું. આ પહેલા મેઘાલયના આઠ મંત્રીઓએ મંત્રી પરિષદમાંથી રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાએ રાજભવન ખાતે રાજ્યપાલ સીએચ વિજયશંકરને મળ્યા અને મંત્રીઓના રાજીનામા સુપરત કર્યા.

આ સમયના મોટા સમાચાર મેઘાલયથી આવી રહ્યા છે, જ્યાં મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. મંગળવારે અહીં મેઘાલય મંત્રીમંડળમાં ફેરબદલ થવાનું હતું. આ પહેલા મેઘાલયના આઠ મંત્રીઓએ મંત્રી પરિષદમાંથી રાજીનામું આપી દીધું છે. મંગળવારે મંત્રીમંડળમાં ફેરબદલ પહેલા, વરિષ્ઠ નેતાઓ એએલ હેક, પોલ લિંગડોહ અને એમ્પારીન લિંગડોહ સહિત આઠ મંત્રીઓએ મંત્રી પરિષદમાંથી રાજીનામું આપી દીધું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે એનપીપીની આગેવાની હેઠળની મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ સરકારના વડા મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમા અહીં રાજભવનમાં રાજ્યપાલ સીએચ વિજયશંકરને મળ્યા અને મંત્રીઓના રાજીનામા સુપરત કર્યા. એક અધિકારીએ જણાવ્યું હતું કે નવા મંત્રીઓ મંગળવારે સાંજે 5 વાગ્યે રાજભવનમાં શપથ લેશે.
અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, “પોતાના પદ પરથી રાજીનામું આપનારા આઠ મંત્રીઓમાં NPPના એમ્પેરીન લિંગડોહ, કોમિંગન યામ્બોન, રક્કમ એ. સંગમા અને અબુ તાહેર મંડલ, UDPના પોલ લિંગડોહ અને કિરમેન શૈલા, HSPDPના શકલિયાર વારજરી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના એ. એલ. હેકનો સમાવેશ થાય છે.” તેમણે કહ્યું કે તેમના રાજીનામાથી મંત્રીમંડળમાં નવા મંત્રીઓનો સમાવેશ થવાનો માર્ગ મોકળો થયો છે.
પાર્ટીના સૂત્રો અનુસાર, NPPના ધારાસભ્યો વલાદમિકી શૈલા, સોસ્થેનિસ સોહતુન, બ્રેનિંગ એ. સંગમા અને ટીમોથી ડી. શિરા મંત્રીમંડળમાં જોડાશે. તેમણે કહ્યું કે UDPના વડા મેટબાહ લિંગડોહ અને ભૂતપૂર્વ મંત્રી લખમેન રિમ્બુઇ પણ શપથ લે તેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે HSPDPના ધારાસભ્ય મેથોડિયસ ડખાર મંત્રીમંડળમાં શકલિયાર વારજરીનું સ્થાન લેશે, જ્યારે ભાજપના સાનબોર શુલ્લાઈ મંત્રીમંડળમાં એ. એલ. હેકનું સ્થાન લેશે.

