Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સહયોગ હોટલ પાસે ઈંગ્લીશ દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો.

દારૂ તેમજ આઇસર ટેમ્પો મળી ₹28 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી હતી.

  • સુરત તરફ થી અમદાવાદ તરફ દારૂ ભરી કન્ટેનર જઈ રહ્યું હતું.
  • ⁠અન્ય ત્રણ ઈસમો ને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. 

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે બંધ બોડી ના આઇસર ટેમ્પો માં ઈંગ્લીશ દારૂનો જથ્થો સુરતથી અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે, પોલીસે હાઇવે પર આવેલ સહયોગ હોટલ પાસે વોચ ગોઠવી હતી.બાતમી મુજબ નો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવ્યો હતો. ટેમ્પો ની અંદર તપાસ કરતા ડ્રમ અને બોક્સની આડમાં છુપાવેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ. 18.16 લાખની કિંમતનો દારૂ અને આઇસર ટેમ્પો સહિત કુલ રૂ. 28.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પોલીસે મહારાષ્ટ્રના ગાવલાવના ખાતે રહેતા અજય મદન વાનખડે નામના ચાલકની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!
Scroll to Top