- દઢાલ ક્લસ્ટર ની 20 શાળા માંથી કુલ 35 મોડેલ બાળ વૈજ્ઞાનિકોએ રજુ કર્યા હતા.
- મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને બાળકો એ પ્રદર્શની નિહાળી હતી.

અંકલેશ્વર રાજપીપલા રોડ પર આવેલી નાલંદા હાઇસ્કુલ ખાતે જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર થી પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ ના માર્ગદર્શન થી સી.આર.સી કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું છે . જેમાં દઢાલ ક્લસ્ટર ની 20 શાળાઓ ભાગ લીધો હતો. કુલ ૩૫ મોડેલ બાળ વૈદ્યનિકો એ આ પ્રદર્શની માં પ્રસ્તુત કર્યા હતા. ક્લસ્ટર ની 20 થી વધુ સ્થળ તેમજ આજુબાજુ વિસ્તારના અન્ય શાળાના વિદ્યાર્થીઓ એ આ પ્રદર્શનો નિહાળ્યા અને શીખવાની પ્રેરણા મેળવી હતી. ગણિત અને પર્યાવરણ ના પ્રતિ પોતાની જવાબદારી અને સર્જનાત્મકતા ના વિષય માં પોતાની જવાબદારી સમજાશે તે ઉદ્દેશ્ય સાથે વિદ્યાર્થીઓ માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સંપૂર્ણ વ્યવસ્થા અને વિજેતાઓ ટ્રોફી એનાયત કરાઈ હતી. સી.આર.સી. કો ઓડીનેટર ચંદ્રવદન પરમાર તેમજ નાલંદા હાઈસ્કૂલ આચાર્ય સુધાકર રાય દ્વારા આ પ્રદર્શની સફળ બનાવવા જહેમત ઉપાડી હતી.

