નવરાત્રી ના આગમન ના 15 દિવસ અગાઉ થી માટલા ની ગરબી તૈયાર કરી તેને કલર કરી આકર્ષક ડિઝાઇન બનાવી ને તેનું વેચાણ કરી રહ્યા છે.

માતાજી ની આરાધના કરવા માટે આસો મહિનાની નવરાત્રી નું વિશેષ મહત્વ છે.આગામી 22 તારીખ થી નવરાત્રી પર્વનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે નવરાત્રી ના નવ દિવસ માઈ ભક્તો ઘરે એક માટીનો રંગીન ( ગરબો ) વિશેષ પ્રકારનું માટલી લાવી તેનું સ્થાપન કરે છે. તેને માતાજીની ગરબી કહેવામાં આવે છે. નવરાત્રી ના આગમન ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાથી નોરતા પૂર્વે બજારમાં રંગબેરંગી સુંદર માટીમાંથી બનાવેલ ગરબી નું વેચાણ થઇ રહ્યું છે. નવરાત્રી માં ભક્તો પોતાના ઘરમાં માટી ની ગરબી રાખવાની પરંપરા મુજબ ખરીદી કરે છે પ્રાચીન પરંપરા અનુસાર નોરતા દરમિયાન ભાવિકો શ્રદ્ધાથી માટીની ગરબી ની ખરીદી કરી નવ દિવસ તેમાં અખંડ દીવો કરી માતાજીની આરાધના કરે છે. આજના આધુનિક યુગમાં સમય બદલાયો છે અને પદ્ધતિ પણ બદલાઇ છે. સુથાર ફળિયામાં રહેતા આશિષ જીતેશ ભાઈ પ્રજાપતિ વડીલોપાર્જિત પરંપરાગત રીતે માટીના માટલા સહીત ના માટીના વાસણો નું વેચાણ કરે છે, નવરાત્રી ના આગમન ના પંદર દિવસ અગાઉ થી આશિષ પ્રજાપતિ તેમના પરિવાર સાથે માટીના માટલા માંથી ગરબી બનાવવાની તૈયારી માં લાગી જાય છે અને સૌ પ્રથમ નાની માટલી થી લઇ મોટા માટલા માં નાના હોલ પાડવામાં આવે છે હોલ પાડ્યા બાદ તેના ઉપર અવનવા કલર, કરે છે બાદ કલર દ્વારા આકર્ષક ડિઝાઇન, બનાવી ને સુશોભિત કરી ગરબી ને વેચાણ અર્થે મુકે છે. શેરી ગરબા બંધ થતા ગરબી ના વેચાણ ઉપર અસર પડી છે. આશિષ પ્રજાપતિ એ આગામી નવરાત્રી માં ગરબી નું વેચાણ સારું થાય તેવી આશા વ્યક્ત કરી હતી.

