Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર શાંતિનગર નજીક લાકડા ના ગોડાઉન માં પ્લાય પડતા મહિલા નું મોત અન્ય 3 ઈસમો ને ઇજા પહોંચી હતી.

  • પતિ-પત્ની તેમજ શેઠ ના પુત્ર ને અન્ય એક ઈસમ પ્લાય ટેમ્પા માં ભરવા જતી વેળા ઉપર જથ્થો પડતા ઇજા પહોંચી હતી.
  • મૃતક ના પતિ સહીત અન્ય ત્રણ ને સામાન્ય ઇજા પહોંચી થઇ હતી.
  • ઘટના અંગે જી.આઈ. ડી.સી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ શરુ કરી હતી.

AI IMAGE

મૂળ બિહારના ચંપાનગર ભાગલપુર અને હાલ અંકલેશ્વર મારુંધીધામ 2 માં સારંગપુર ખાતે રહેતા જયરામ મંડલ અને તેની પત્ની કંચન દેવી શાંતિનગર ખાતે લાકડા ના ગોડાઉન માં મજૂરી કામ કરી રહ્યા હતા. તેઓ લાકડાની પ્લાય નો જથ્થો ટેમ્પા માં ઉપાડી ને ભરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ પ્લાય નો જથ્થો ઉપર થી દંપતિ અને શેઠ ના પુત્ર ને અન્ય એક ઈસમ પર પડ્યો હતો. સ્થાનિક લોકો દોડી આવી પ્લાય હતા તમામ ને બહાર કાઢ્યા હતા અને તેમને ઇજા સાથે જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કંચન દેવી ને તબીબ દ્વારા મૃત જાહેર કરી હતી. જયારે જયરામ મંડલ અને અન્ય બે ને સામાન્ય ઇજા પહોંચી હતી. તેઓ સારવાર હેઠળ છે. ઘટના અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક કે જાણ થતા પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.

error: Content is protected !!
Scroll to Top