Vaat Ankleshwarni

તાજા સમાચાર

સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત પદાધિકારીઓ-અધિકારીઓ એ અંકલેશ્વર માં શ્રમદાન કર્યું હતું.

  • અધિકારીઓ અને પદાધિકારીઓ હાથમાં ઝાડુ લઈ કરી સફાઈ કરી હતી.
  • નગરપાલિકાના નાયબ સચિવ મનીષ શાહ વિશેષ ઉપસ્થિતિ માં યોજાયેલ કાર્યક્રમ માં સફાઈ અંગે ચિંતન -મનોમંથન પણ કરાયું હતું.

અંકલેશ્વરમાં સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ વિસ્તારોમાં સામૂહિક શ્રમદાન કાર્યક્રમો યોજાયા. નગર સેવા સદન દ્વારા આયોજિત કાર્યક્રમમાં નગરપાલિકાના નાયબ સચિવ મનીષ શાહ, મામલતદાર કિરણસિંહ રાજપુત અને ચીફ ઓફિસર કેશવ ક્લોડિયા સહિતના અધિકારીઓએ ભાગ લીધો. નગર સેવાસદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ અને શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિત પદાધિકારીઓએ મુખ્ય માર્ગ પર સફાઈ અભિયાનમાં શ્રમદાન કર્યું હતું. શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સફાઈકર્મીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. તાલુકા વહીવટી તંત્ર દ્વારા ગડખોલ ગામના સીએસસી સેન્ટર નજીક પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મામલતદાર કિરણસિંહ રાજપૂત અને અનિલ પટેલ સહિતના આગેવાનો એ સાફ-સફાઈમાં સક્રિય ભાગ લીધો હતો.

error: Content is protected !!
Scroll to Top