- અંકલેશ્વર માં વરસાદ નો અંતિમ રાઉન્ડ વરસાદ ધમધમતી બોલાવી હતી.
- ખેલૈયાઓ – ગરબા આયોજકોને ચિંતા વધી હતી.
- સવાર થી એકધારો વરસાદ એ ગરબા રમવા પર અનિશ્ચિતા ફેલાવી હતી.
- બપોર સુધી માં 2 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો.

અંકલેશ્વર પંથકમાં અચાનક બદલાયેલી માહોલ વચ્ચે વરસાદ ખાબક્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ત્યારબાદ ભારે વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેતીને લાભ થવાની આશા છે. જો કે નવરાત્રિના મધ્ય ચરણમાં વરસાદ વરસતા ખેલૈયાઓ અને ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાયા છે. ખુલ્લા મેદાનોમાં યોજાતા ગરબા કાર્યક્રમો વરસાદને કારણે અસરગ્રસ્ત થવાની શક્યતા છે.હવામાન વિભાગે આગામી કલાકમાં વધુ વરસાદની આગાહી કરી છે.

નૈઋત્યનું ચોમાસું વિદાય લેવા જઈ રહ્યું છે ત્યારે ફરી એકવાર વરસાદ નો અંતિમ રાઉન્ડ શરૂ થયો છે. સવાર થી ભારે વરસાદ શરૂ થયેલ એકધારો વરસાદ બપોરે 4 વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. અંકલેશ્વર માં વરસાદ એ 1000 મિમિ ક્રોસ કરવા મૌસમ નો સીઝન 130 % વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે પાછોતરા વરસાદ એ ખેડૂતો ની પણ ચિંતા વધારી છે.

