
શ્રી વિજયાદશમી ઉત્સવ માં પ્રકટ કાર્યક્રમમાં અતિથિ વિશેષ હસમુખ પટેલ સામાજિક કાર્યકર્તા ઓમકાર ગ્રુપ અંકલેશ્વર અને વક્તા કલ્પેશ પટેલ ભરૂચ વિભાગ બૌદ્ધિક પ્રમુખ અને વિભાગ સંચાલક જી બળદેવ પ્રજાપતિ , જિલ્લા સંઘ ચાલક જવાહર વરેલાણીની ઉપસ્થિતિમાં પ્રગટ કાર્યક્રમ થયો હતો. જેમાં લગભગ 500 થી વધુ આમંત્રિત ભાઈઓ બહેનો મહેમાનોની ઉપસ્થિતિમાં શસ્ત્રપૂજન, પ્રાત્યક્ષિક ,અમૃતવચન અને વ્યક્તિગત ગીત, સાંઘિક ગીત તેમજ અતિથિ અને મુખ્ય વક્તા દ્વારા વિજયાદશમી તેમજ સંઘ ને અનુલક્ષીને ઉદબોધન કરવામાં આવ્યું હતું. સંઘ શતાબ્દી વર્ષ માં જે પંચ પરિવર્તનના જે પાંચ વિષયને લઈને ચાલવાની છે એને ઉદબોધનમાં એનો ઉલ્લેખ થયો હતો.તેમાં સામાજિક સમરસતા ,પર્યાવરણ ગતિવિધિ, કુટુંબ પ્રબોધન, નાગરિક શિષ્ટાચાર અને સ્વદેશી આ પાંચ વિષયને લઈને વિષયનું સમાજ સામે આહવાન કરવામાં આવ્યું હતું.સંઘ આ પાંચ વિષયો ઉપર આવતા 25 વર્ષમાં એના પર કામ કરવાનું છે. સંઘ શતાબ્દી વર્ષમાં શ્રી વિજયાદશમી પ્રથમ કાર્યક્રમ છે. એના પછી સંઘ દ્વારા સમાજના પ્રત્યેક ઘરે સંપર્ક કરવા માટે ઘર ઘર વ્યાપક સંપર્ક અભિયાન થશે.તેના બે મહિના દરેક વસ્તી અને મંડળમાં હિન્દુ સંમેલન મોટી સંખ્યામાં થાય એના માટે પણ સંઘ કામ કરવાનો છે.

