ભરૂચ તરફ જતા માર્ગ પર રાત્રીના અંધારામાં બાઈક સવાર ટ્રાઇસિકલ લઇ જતા દિવ્યાંગ ને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી.
એક ઈજાગ્રસ્તને અંકલેશ્વર ની ખાનગી હોસ્પિટલ માં તેમજ ભરૂચ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

અંકલેશ્વર-ભરૂચ રોડ પર ગત રાત્રી ના અંધારા ને લઇ એક બાઈક ચાલકે બાઈક તેમજ એક દિવ્યાંગ વ્યક્તિ ની ટ્રાઇસિકલ ને અડફેટે લેતા અકસ્માત સર્જ્યો હતો. ભરૂચ તરફ જતા માર્ગ પર સામ્રાજ્ય સોસાયટી થી ગોલ્ડન પામ કોમ્લેક્સ વચ્ચે ગત રાત્રી ના એક ટ્રાઇસિકલ લઇ દિવ્યાંગ વ્યક્તિ ભરૂચ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન પાછળ થી આવેલ એક બાઈક ચાલકે પુરપાટ આવી તેની ટ્રાઇસિકલ અને અન્ય એક બાઈકને ટક્કર મારતા ત્રણ વાહન વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. જેમાં દિવ્યાંગ ઈસમ ને ઇજા પહોંચતા તેને 108 ની મદદ થી ભરૂચ ખાતે તેમજ અન્ય એક વ્યક્તિ ને અંકલેશ્વર ની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગે હજુ સુધી બી ડિવિઝન પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ રાત્રી ના અંધકાર ને લઇ બાઈક ચાલક ને સાઇકલ સવાર ના દેખતા અકસ્માત સર્જાયો હોવાનું સ્થાનિક રાહદારીઓ એ જણાવ્યું હતું.

