Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર લાખા હનુમાનજી મંદિર ખાતે ખેડૂત આગેવાનોની બેઠક યોજાઈ હતી.

  • ઉકાઈ નહેર સમારકામના 90 દિવસ ઘટાડવા માગે સિંચાઈના પાણીના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
  • ટાવર વળતર માં પણ રૂપિયા બે કરોડ વળતરની માંગ કરાઈ હતી.

અંકલેશ્વર ના પુન ગામ સ્થિત લાખ હનુમાનજી મંદિર ખાતે ગુજરાત ખેડૂત સમાજ ની અગત્યની બેઠકમાં મુખ્ય મુદ્દો ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ હતો. વિભાગ દ્વારા સમારકામ માટે 90 દિવસ સુધી નહેરમાં પાણી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ખેડૂતોએ આ સમયગાળો ઘટાડવાની માગ કરી છે. બેઠકમાં ગુજરાત ખેડૂત સમાજ જયેશ પટેલ સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો પણ હાજર રહ્યા હતા. આગેવાનોએ ચેતવણી આપી છે કે જો સિંચાઈના પાણીના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વધુ માં પાવર ગ્રીડ પ્રોજેક્ટ હેઠળ દ્વારા જે ટાવર નાખવાની કામગીરી શરુ કરાઈ છે જેમાં ખેડૂતોને જે અન્યાય થઇ રહ્યો છે. તે મુદ્દે ઓછામાં ઓછા બે કરોડ વળતર નહિ મળે તો કામ કરવા દેવામાં આવશે નહિ તેમજ જે માંગણી નહિ સ્વીકારે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી

error: Content is protected !!
Scroll to Top