
ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તા.3 ઓક્ટોબરથી વોર્ડ નંબર 1 અને 2 નંબરના વોર્ડમાંથી આ ઝુંબેશ ની શરૂઆત કરવામાં આવી હતી.અભિયાન અંતર્ગત કોંગ્રેસ કાર્યકરો દ્વારા મતદાતાઓને સંવિધાનિક અધિકાર અંગે માહિતી આપી, સહી કરીને અભિયાનમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકા ના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, આગેવાન હેમેન્દ્ર કોઠી વાળા, દિનેશ ખુમાણ, ઝુલ્ફીકાર રાજ સહિત વોર્ડ પ્રમુખ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર “વોટ ચોરી”ના ગંભીર આક્ષેપ લગાવી જનતામાં જાગૃતિ ફેલાવવા આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હોવાનું જણાયું છે.

