
રવિવારે સાંજે વાલિયા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી અજાણ્યા યુવકનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.આ અંગે બાજુના ખેડૂત વાલિયા પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.અને મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગેની જાણ થતા ગ્રામજનો ના ટોળા ઘટના સ્થળે એકત્રિત થયા હતા. પોલીસ દ્વારા મૃતદેહ પેનલ પી.એમ કરવામાં આવ્યું હતું. તેમજ અજાણ્યો ઈસમ કોણ છે તેના પરિજનો શોધખોળ શરુ કરી હતી.

