Vaat Ankleshwarni

તાજા સમાચાર

સુરત-ભરૂચ જનારા માટે દિવાળી પહેલાં એન.એચ.એ.આઈ ભેટ મળી છે. અંકલેશ્વર ના પુન ગામ પાસે એન્ટ્રી-એક્ઝિટ એન.એચ.એ.આઈ દ્વારા સત્તાવાર મંજૂરી આપી દીધી છે.

  • હવે અંકલેશ્વર થી મુંબઈ અને દિલ્હી જવું સરળ બનશે. 
  • દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે નો પોર્શન ડિસેમ્બર સુધી શરૂ થશે.  
  • 8 લેન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે એમ એમ કામમાં પ્રગતિ આવી રહી છે.
  • આ પ્રોજેક્ટના 1380 કિમીમાંથી 413 કિમીનો ભાગ ગુજરાતમાં છે.

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં અંકલેશ્વર ના પુન ગામ નજીક એક્સપ્રેસ હાઈવે ની એન્ટ્રી અને એક્ઝિટ આપવામાં આવી છે, જેના પગલે સેંકડો વાહન ચાલકોને રાહત થશે. એન.એચ.એ.આઈ ના અધ્યક્ષ સંતોષ કુમાર યાદવ 6 ઓક્ટોબરે કરેલ સાઇટ વિઝીટ દરમિયાન આ મહત્ત્વપૂર્ણ કનેક્ટિવિટી પ્રોજેક્ટને લીલી ઝંડી આપી હતી. એ બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ઇશ્વરસિંહ પટેલ વાતચીતમાં જણાવ્યું હતું કે  એન.એચ.એ.આઈ ના આ નિર્ણયથી દક્ષિણ ગુજરાતમાં અનેક વાહનચાલકો અને ફાયદો થશે. ભરૂચ થી સુરત તરફ જતા વાહનચાલકો એક્સપ્રેસ હાઇવે નો ઉપયોગ કરી અંકલેશ્વર પુન ગામ સુધી આવી શકે છે અને ત્યાર બાદ પુન ગામ નજીક આપવામાં આવેલી એક્ઝિટ નો ઉપયોગ કરી અંકલેશ્વર- હાંસોટ-ઓલપાડ ને જોડતા સ્ટેટ હાઇવે નો ઉપયોગ કરી સુરત તરફ જઈ છે. એ જ રીતે સુરત થી ભરૂચ તરફ જતાં વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરી શકે છે.

અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયાના ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનના પ્રમુખે પણ મને વારંવાર રજૂઆત કરી હતી અને એને લઈને મેં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ લેટર લખ્યો હતો, નેશનલ હાઇવે ચીફ એન્જિનિયર ગાંધીનગર પણ પત્ર લખ્યો હતો, રીજનલ ઓફિસ નેશનલ હાઇવે ઓથોરિટી ઇન્ડિયા પણ કાગળ લખ્યો હતો અને માર્ગ મકાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ કાગળ લખ્યો હતો. એને લઈને આ અંકલેશ્વર પાસે એક્ઝિટ અને એન્ટ્રી આપવાને કારણે અનેક લોકોને ફાયદો થવાનો છે.

error: Content is protected !!
Scroll to Top