Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર વોર્ડ નંબર 8 માં કરસન વાડી રોડ પર ઉભરાતી ચેમ્બરો થી સ્થાનિકો ત્રસ્ત જોવા મળી રહ્યા છે.

ડ્રેનેજ લાઇન સમસ્યા અંગે સ્થાનિકો ની સભ્યો ને અને પાલિકા ને વારંવાર રજુઆત છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યા છે.

અંકલેશ્વર નગરપાલિકા ના વોર્ડ નંબર 8 માં આવેલ સુરતી ભાગોળ કરસન વાડી થી ગોયા બજાર જતા માર્ગ પર ઉભરાતી ડ્રેનેજ લાઈન થી વેપારી વર્ગ અને સ્થાનિક રહીશો તોબા પોકારી ઉઠ્યા છે. છેલ્લા બે વર્ષથી ચાલી આવતી સમસ્યા અંગે વારંવાર રજુઆત કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. વારંવાર ઉભરાતી ડ્રેનેજ લાઈન નું પાણી ઉભરાઈ જવા સાથે અંદર થી તીવ્ર વાસ આવી રહી છે. એટલું જ નહિ. રોડ પર ફરી વળવા ને લઇ વાહનો પણ સ્લીપ થાય છે. ત્યારે પાલિકા કર્મચારીઓ તેમજ સભ્યો ને અનેકવાર રૂબરૂ તેમજ ટેલિફોનિક ફરિયાદ કરવા છતાં ના ઉકેલ આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સામી દિવાળીએ પુનઃ ડ્રેનેજ લાઈન ઉભરાતા વ્યપારી વર્ગ દિવાળી બગડી રહી હોવાનો રાગ આલાપી રહ્યા છે તો રજુઆત કરવા છતાં પાલિકા ના અધિકારીઓ માત્ર ને માત્ર જોઈએ જતાં રહી થઇ જશે જેવા ઠાલા વચનો આપી જતા રહેતા હોય છે. ત્યારે આગામી દિવસોમાં જો સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો સ્થાનિકો દ્વારા દુષિત પાણી પાલિકા કચેરી અને સભ્યો ના ધરે ઠાલવવાનું મન બનાવ્યું હોવાનું જણાવી રહ્યા છે. આ અંગે સ્થાનિક વેપારી દિનેશભાઇ સાબુવાલા તેમજ રહીશો એ જણાવ્યું હતું. કે વારંવાર રજૂઆત કરવા કોઈ પરિણામ આવતું નથી અને માત્ર જોઈને જતા રહેવા સાથે સ્થાનિક સભ્યો પણ આખા આડા કાન કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું.

error: Content is protected !!
Scroll to Top