Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર જીઆઇડીસી ના  ગણેશ સ્કવેર માં આવેલી એક કપડાની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. ચાર ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

અંકલેશ્વર જીઆઇડીસી રહેણાંક વિસ્તાર માં આવેલ ગણેશ સ્કવેર ખાતે ‘જય અંબે કલેક્શન’ નામની આ દુકાનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને કારણે ધુમાડાના ગોટેગોટા દૂરથી દેખાઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસી ના ચાર ફાયર ફાઈટર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને આગને વધુ ફેલાતો અટકાવી હતી. પ્રાથમિક અનુમાન મુજબ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાય છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ દુકાનનો સંપૂર્ણ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

error: Content is protected !!
Scroll to Top