
અંકલેશ્વર નગર સેવાસદન ની સામાન્ય સભામાં એજન્ડા પર ના 40 કામોને મંજૂરી આપવામાં આવી હતી. જોકે, બિસ્માર માર્ગ ના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.આ સામાન્ય સભા પ્રમુખ લલિતા રાજપુરોહિત ના અધ્યક્ષ સ્થાને મળી હતી,કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશવ કોલડીયા અને ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં 40 જેટલા કામો ને સર્વાનુમતે અને બહુમતીથી મંજૂરી અપાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા અંકલેશ્વર નગર સેવા સદન સ્ટેટ એર ક્લીન પ્રોગ્રામ અંતર્ગત ફાળવવામાં આવેલ ₹10 કરોડની ગ્રાન્ટ ના કામોની પણ નોંધ લેવામાં આવી હતી.આ ઉપરાંત, અંકલેશ્વર શહેરના વિવિધ માર્ગો ના સમારકામના કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી.જવાહર બાગ સામે આવેલા સિનિયર સીટીઝન પાર્ક નું નામ સરદાર પટેલ પાર્ક અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નું નામ સ્વામી વિવેકાનંદ રાખવાનો નિર્ણય પણ લેવાયો હતો.વિપક્ષ કોંગ્રેસે શાસકો પર બહુમતીના જોરે કામો પાસ કરી દેવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે અંકલેશ્વરમાં બિસ્માર માર્ગોને કારણે ધૂળિયું વાતાવરણ સર્જાયું છે, જેનાથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કોંગ્રેસ તાત્કાલિક માર્ગનું સમારકામ ની માંગ કરી હતી

