Vaat Ankleshwarni

તાજા સમાચાર

દિવાળી પૂર્વે અંકલેશ્વર એન.એચ.48 સજ્જડ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. બોટલ નેક ને લઇ 5 કિમી લાંબી વાહનોની કતારો લાગી હતી.

સુરત તરફ જતી લેનમાં વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. વતન જતા વાહનચાલકો અટવાયા હતા.

અંકલેશ્વર રાજપીપળા ચોકડી થી વાલિયા ચોકડી વચ્ચે લગભગ 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને સુરત તરફ જતી લેનમાં વાહનોના થપ્પા લાગી ગયા હતા.વાલીયા ચોકડી નજીક આમલાખાડી પરનો સાંકડો ઓવરબ્રિજ આ ટ્રાફિક જામ નું મુખ્ય કારણ છે. આ બ્રિજને કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. વાહન ચાલકો દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે તંત્ર દ્વારા એક્શન પ્લાન બનાવવાની માંગ કરવામાં આવી રહી છે.

error: Content is protected !!
Scroll to Top