- રાત્રી થી લઇ દિવસ દરમિયાન વાહનો કતાર જોવા મળી હતી.
- ગ્રામજનો એ ભારદારી વાહનો પર રોક લગાવવા જિલ્લા કલેકટર ને આવેદન પાઠવ્યું હતું.
- પુન ગામ નજીક ભારે ટ્રાફિક જામ દાંડી હેરિટેજ માર્ગ પર એક્સપ્રેસ વે કનેક્ટિવિટીને કારણે અનેક વાહનચાલકો અટવાયા હતા.

અંકલેશ્વર ના પુન ગામ નજીક ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ની કનેક્ટિવિટીને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે, જેના પગલે પુન ગામ થી અંકલેશ્વર ને જોડતા નેશનલ હાઇવે નંબર 228 દાંડી હેરિટેજ હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ગત રાતથી જ આ ટ્રાફિક જામની સમસ્યા શરૂ થઈ હતી. દિવાળીના તહેવારોના સમયમાં અનેક વાહનચાલકો આ ટ્રાફિક માં ફસાયા હતા, જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.ટ્રાફિક જામ નું મુખ્ય કારણ પુન ગામ નજીક એક્સપ્રેસ વે ની કનેક્ટિવિટી માટેનો રસ્તો સાંકડો હોવાનું જણાઈ રહ્યું છે. આ ઉપરાંત, ટ્રાફિક નિયમન માટે કોઈ પોલીસકર્મી હાજર ન હોવાથી વાહનચાલકો ની મુશ્કેલીમાં વધારો થયો હતો. આ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે વાહન ચાલકો કાયમી ધોરણે પોલીસ પોઈન્ટ ફાળવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. વધુ ના સ્થાનિક ગ્રામજનો ના પ્રતિનિધિ મંડળ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર ને લેખિત પત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં સૌ પ્રથમ ભારદારી વાહનો અને લક્ઝરી બસો પર રોક લગાવવામાં આવે, પુરપાટ દોડતાં વાહનો જે નોન પ્લાન રસ્તા સમીક્ષા વગર નો છે તેની સમીક્ષા કરી સ્પીડ બ્રેકર તેમજ અન્ય જરૂરી વ્યવસ્થા સાથે પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરી લેખિત માં રૂબરૂ રજુઆત કરી હતી

