Vaat Ankleshwarni

તાજા સમાચાર

ભરૂચમાં એસ.પી ની હાજરીમાં લોક દરબાર યોજાયો હતો. ટ્રાફિક સહિતની સમસ્યાઓ પર નાગરિકોની રજૂઆત કરી હતી.

એસપીએ રજૂઆતોને ગંભીરતાથી લઈ સંબંધિત અધિકારીઓ તાત્કાલિક કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો

ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા ની ઉપસ્થિતિમાં મથકનું વાર્ષિક ઇન્સ્પેકશન યોજાયું હતું. ઇન્સ્પેક્શન દરમિયાન એસપીએ પોલીસ મથકની વિવિધ શાખાઓ નું નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.વાર્ષિક ઇન્સ્પેકશન બાદ એસપી અક્ષયરાજ મકવાણા ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક તથા લોક દરબાર યોજાયો હતો. જેમાં શાંતિ સમિતિના સભ્યો, લોક પ્રતિનિધિઓ, અગ્રણીઓ તેમજ વિવિધ વિસ્તારના નાગરિકો એ ઉપસ્થિત રહી પોતાના વિસ્તારમાં ઉભી થયેલી સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી.નાગરિકોને ખાસ કરીને શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યા, માર્ગ સલામતી, ચોરીના બનાવો તથા રાત્રીના સમયે પોલીસ પેટ્રોલિંગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. એસપીએ રજૂઆતોને ગંભીરતાથી લઈ સંબંધિત અધિકારીઓ તાત્કાલિક કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું કે લોકોની સુરક્ષા પોલીસ તંત્રની પ્રથમ જવાબદારી છે અને દરેક રજૂઆતનો સમયસર નિકાલ થશે.આ અવસરે ભરૂચના એસસી એસટી સેલ ડીવાયએસ પી ડો.અનિલ સિસારા,એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ.વસાવા, પીએસઆઈઓ સહિતના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. લોક દરબાર દરમિયાન પોલીસ તંત્ર અને નાગરિકો વચ્ચે સકારાત્મક સંવાદ થયો હતો, જે ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ સકારાત્મક સંકેતરૂપ સાબિત થયો.

error: Content is protected !!
Scroll to Top