
અંકલેશ્વર શહેર ના રાધા વલ્લભજી મંદિર ખાતે દેવ ઉઠી અગિયારસ નિમિત્તે તુલસી વિવાહ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. અંકલેશ્વર ના રાધા વલ્લભજી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે દેવ ઉઠી અગિયારસ નિમિત્તે તુલસી વિવાહ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તુલસી તેમજ ઠાકોરજી ના વિવાહ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંડપ મુહૂર્ત, જાન આગમન અને હસ્તમેળાપ સહિતના કાર્યક્રમ યોજાયા હતા.જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.

