- શહેરના રાજમાર્ગ ની કામગીરી શરુ થતાં હાશકારો અનુભવ્યો હતો.
- પાલિકા દ્વારા 5.50 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર માર્ગ 5 બ્લોક માં બનશે.
- પાકા રોડ કામગીરી યોગ્ય ગુણવત્તા સાથે થાય તે માટે અધિકારીઓ સ્થળ પર ઉભા રહે એ જરૂરી છે.

અંકલેશ્વર શહેરમાં છેલ્લા 6-6 મહિનાથી મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર જોવા મળી રહ્યો હતો. ભારે હલકી વચ્ચે લોકો શારીરિક આપડા વેઠી રહ્યા હતા. જે યાતના નો આખરે અંત આવ્યો છે. અંકલેશ્વર જૂની મામલતદાર કચેરી પાસેથી રોડ ન ની કામગીરી શરુ કરવામાં આવી છે. રોડ માર્ગ ખોદકામ કરવા સાથે રોડ પર થી માટી ઉલેચી સફાઈ કરવામાં આવી હતી જે બાદ રોડ પર ડામર વર્ક અને લેયર લેવામાં આવશે. 5 બ્લોક માં રોડ ની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ઓએનજીસી થી ત્રણ રસ્તા સર્કલ સુધી 771 મીટર નો માર્ગ બને તરફ મળીને 18 મીટર પહોળો , ત્રણ રસ્તા સર્કલ થી જીનવાલા સર્કલ સુધી નો 373 મીટર નો 15 મીટર પહોળો, જીનવાલા સ્કુલ થી ચૌટા નાકા સુધી 399 મીટરનો 15 મીટર પહોળો , ચૌટા નાકા થી મ્યુનિસિપલ હોસ્પિટલ સુધીનો 15 મીટર પહોળો તેમજ મ્યુનિસિપલ હોસ્પિટલ થી ભરૂચી નાકા સુધી 21 મીટર પહોળો રોડ બનશે , ત્યારે રોકડ ની ગુણવત્તા સભર બને તે માટે પાલિકા અધિકારીઓ અને પદાધિકારીઓ દેખરેખ રાખી કામગીરી કરાવે એ જરૂરી બન્યું છે.

